રાપર ખાતે આવેલ વેરસરામાથી ચાર જુગારપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા

copy image

રાપર ખાતે આવેલ વેરસરા ગામમાં  પ્રાથમિક શાળાની સામે આવેલ વરંડાની ઓથમાં ગત દિવસે સાંજના અરસામાં ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડ રૂા. 11,250  જપ્ત કરવામાં આવેલ હતા. પોલીસે પકડાયેલ આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.