અબડાસા ખાતે આવેલ મોટી બાલાચોડમાં 40 લાખના વાયર-ટ્રક જપ્ત કરવામાં આવ્યા

અબડાસા ખાતે આવેલ મોટી બાલાચોડમાં ખાનગી રાહે બાતમી આપનાર શખ્સ  પર હુમલો કરવામાં આવેલ હતો જેની વિધિવત ફરિયાદ આરોપી વિરુદ્ધ નોંધાવવામાં આવેલ છે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે અબડાસાના મોટી બાલાચોડના તળાવ નજીક એલ્યુમિનિયમના વાયરોના ડ્રમ ભરેલી ટ્રક એલસીબી દ્વારા  કબજે કરવામાં આવેલ હતી. મળેલ માહિતી અનુસાર આધાર-પુરાવા વગરના ચાર ડ્રમ ભરેલા 20,000 કિ.ગ્રા. એલ્યુમિનિયમ વાયર જેની કિં. રૂા. 40,00,000 તથા ટ્રક નં. જી.જે. 12 એ.યુ. 8244 કિં. રૂા. 8,00,000 જપ્ત કરી આગળની વધુ તપાસ માટે નલિયા પોલીસને સોંપાવામાં આવેલ હતી.