મારનાર જ બન્યા બચાવનાર : યુવાન પર હુમલો કરી આરોપીઓ જ લઇ ગયા હોસ્પિટલ

copy image

 

ગાંધીધામ ખાતે આવેલ ચાવલા ચોક પાસે એક યુવાનને ઉપાડી નીચે પાડી દઇ ધોકા વડે હુમલો કરાતાં બે શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. મળેલ માહિતી અનુસાર તુણા ગામમાં રહેતો ઇમરાન ઉર્ફે ચાઇના ઇશાક છરેચા નામનો શખ્સ ગત તા. 29/8ના ગાંધીધામ આવેલ હતો તે દરમીયાન વચલી બજારની શેરીમાંથી નીકળેલા એક શખ્સે તેને પાછળથી પકડી ચાવલા સર્કલ પાસે લાવી નીચે પાડી દીધો હતો. આ શખ્સે તેને નીચે પાડી દઇ તેની સાથે આવેલા અજાણ્યા શખ્સે ફરિયાદી  પર બેઝબોલના ધોકા વડે હુમલો કરેલ હતો. આ અંગે મળતી માહિતી મુજબ સુમાર સોઢા સાથે ફરવાનો બહુ શોખ છે તેમ કહી આરોપીઓ એ જ ઘાયલ યુવાનને કારમાં બેસાડી આદિપુરની હોસ્પિટલમાં લઇ ગયેલ હતા અને સારવાર કરાવ્યા બાદ રિક્ષામાં બેસાડી ઘરે રવાના કરેલ હતો. ફરિયાદીના પગમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ આદરી છે.