ગાંધીધામ ખાતે આવેલ અંતરજાળમાથી 94 હજારના મુદ્દામાલ સાથે છ ખેલીઓને ઝડપી પાડતી આદિપુર પોલીસ
copy image
ગાંધીધામ ખાતે આવેલ અંતરજાળમાં ગોપાલનગરની ગલીમાં જાહેરમાં જુગાર રમતા છ ખેલીઓને 94,150ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા. મળેલ માહિતી અનુસાર પૂર્વબાતમીના આધારે આદિપુર પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી રોકડા રૂા. 71,150 છ મોબાઈલ ફોન કિ.રૂા.22000 સાથે કુલ રૂા.94,150ના મુદામાલ સાથે છ જુગારપ્રેમીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.