મુંદ્રા ખાતે આવેલ નાના કપાયાના લાપતા પાંચ બાળકો બિહારથી મળ્યા
નાના કપાયામાંથી એક સાથે પાંચ બાળક ગુમ થતાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી વિવિધ ટીમો દ્વારા તપાસ કરવામાં આવેલ હતી. મળેલ માહિતી અનુસાર ગત શનિવારે ગુમ થયેલા પાંચ બાળક સહી સલામત બિહાર ખાતે આવેલ મુઝફ્ફરપુરથી મળી મળી આવ્યા હતા. મળેલ માહિતી અનુસાર પોલીસની ટીમ બિહારથી પાંચ બાળકને લઇને મુંદ્રા પરત આવશે. ત્યારે આ અંગેનું ચોક્કસ કારણ મળી શકસે કે, બાળકો ક્યા કારણથી ભાગી ગયા હતા.