ભચાઉ ખાતે આવેલ મોટી ચીરઈમાં 86 હજારના સાથે એક શખ્સ ઝડપાયો
copy image
ભચાઉ ખાતે આવેલ જૂની મોટી ચીરઈમાં પોલીસે બાવળની ઝાડીઓમાંથી રૂા. 86,690ની કિંમતનો વિદેશી દારૂ સહિત એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય બે આરોપીનાં નામ સામે આવ્યા હતાં. આ અંગે મળેલ માહિતી અનુસાર જૂની મોટી ચીરઈ વિસ્તારમાં બાવળની ઝાડીમાં મોટરસાઈકલ ઉપર થેલામાં દારૂનો જથ્થો રાખી શખ્સ વેચાણ કરતો હોવાની પૂર્વબાતમીના આધારે ભચાઉ પોલીસે રેઇડ પાડી આરોપી મહેશ ડાયાભાઈ લોચા પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ. 11 તથા બિયર ટીન. 31 મુદ્દામાલ જપ્ત કરી તેની અટક કરી હતી. પોલીસે દારૂના જથ્થા અંગે વધુ છાનબીન હાથ ધરી હતી, જેમાં વધારાનો જથ્થો જૂની ચીરઈથી 2 કિ.મી. દૂર કાચા રસ્તા ઉપર બાવળની ઝાળીમાં હોવાનો સામે આવ્યું હતું. મળેલ માહિતી પરથી પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની બોટલ નં.106 તથા બિયર ટીન નંગ. 329 જપ્ત કાર્યા હતા. પોલીસે પકડાયેલા આરોપી પાસેથી દારૂ વેચાણના આવેલા રૂા. 52 હજાર, મોટરસાઈકલ રૂા. 20 હજાર, બે મોબાઈલ ફોન કિં. રૂા. 20 હજાર સાથે કુલ રૂા. 1,78,690નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.