ભચાઉના એક મકાનમાં ચાલતા જુગારના અડ્ડા પરથી 68 હજારના મુદ્દામાલ સાથે પાંચ ખેલીઓ ઝડપાયા : એક ફરાર

copy image

ભચાઉમાં મકાનમાં ચાલતા જુગારમાથી રોકડા રૂા. 65,330 સાથે પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવેલ હતી. જયારે એક આરોપી નાસવામાં છૂટ્યો હતો. આ અંગે મળેલ માહિતી અનુસાર ભચાઉ ખાતે આવેલ ભટ્ટપાળિયા વિસ્તારમાં શામજીભાઈ ઉગાભાઈ ખાંભુ નામનો શખ્સ પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી રૂપિયાની હાર-જીતનો જુગાર રમી રમાડતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે રેઇડ પાડી આરોપી શામજી ઉગાભાઈ ખાંભુ સહિત પાંચ જુગારપ્રેમીઓને રોકડા રૂા. 65,330, મોબાઈલ ફોન કિં. રૂા. 3 હજાર સાથે કુલ રૂા. 68,330ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ હતા. તેમજ એક શખ્સ નાસી છૂટ્યો હતો. પોલિસે પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ જુગારધારની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.