રાપર ખાતે આવેલ આડેસરમાં 20 હજારના મુદ્દામાલ સાથે ચાર ખેલીઓને પોલીસે ઝડપ્યા
copy image
રાપર ખાતે આવેલ આડેસરમાં રેલવે પાટાની નજીક આવેલ દીનમામદ અમીરભાઈ હિંગોરજાનાં રહેણાક મકાનના આગળની જાહેર જગ્યામાં ગંજી પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા ચાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યા હતા. મળેલ માહિતી અનુસાર પકડાયેલ આરોપીઓ પાસેથી રોકડા રૂા. 10,200, બે મોબાઈલ ફોન સહિત કુલ રૂા. 20,200નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ હતો. પોલિસે પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ જુગારધારની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.