માંડવી ખાતે આવેલ પુનડીમાં ડમ્પરનું ઠાઠું ઊંચું થતાં વીજશોકથી યુવાનનું મોત થયું

body-150x150-2

copy image

  માંડવી ખાતે આવેલ પુનડીની ખાણમાં ડમ્પરનું ઠાઠું ઊંચું થતાં વીજતારને અડી જવાના કારણે નખત્રાણાના કોટડાના 20 વર્ષીય યુવાનનું વીજશોક લાગતાં કમકમાટી ભર્યું મોત થયું હતું. આ અંગે મળેલ માહિતી અનુસાર પુનડીની માઇન્સમાં સવારના અરસામાં ડમ્પરનું પાછળનું ઠાઠું ઊંચું કરતા તે ઉપર જતા જીવતા વીજતારને અડી ગયેલ હતું, જેથી આ ડમ્પરના ક્લીનર 20 વર્ષીય સમીર રમજુ જતને શોક લાગતાં તેનું મોત થયું હતું. આ બાનવ અંગે કોડાય પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.