ભચાઉ ખાતે આવેલ નાની ચીરઇના રેલવે ફાટક નજીક ટ્રેન તળે આવી જતા 47 વર્ષીય શખ્સનું મોત નીપજયું

copy image

  ભચાઉ ખાતે આવેલ નાની ચીરઇના રેલવે ફાટક નજીક ટ્રેન તળે આવી જવાથી ગામના 47 વર્ષીય નવીન રવજી ગોહિલનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર  ગત દિવસે નાની ચીરઇના ગોકુળ ગામમાં રહેતા નવીન ગોહિલ રેલવે ફાટક પાસે કોઇ અગમ્ય કારણોસર ટ્રેનના પાટામાં આવી જતાં તેમનું મોત નીપજયું હતું. એક સેવાભાવી રિક્ષાચાલક દ્વારા તેમને હોસ્પિટલ લઇ જવામાં આવેલ હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બાબતે  ભચાઉ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી આદરી હતી.