રાપર ખાતે આવેલ દેશલપર નજીક એક ગાડીએ પાછળથી હડફેટે લેતા શખ્સનું મોત નીપજયું

299820-accident

copy image

રાપર ખાતે આવેલ દેશલપર પાસે ગાડી નજીક ઉભેલા એક શખ્સને પાછળથી એક કારે હડફેટમાં લેતાં આ યુવાનનું મોત નીપજયું હતું. આ અંગે મળેલ માહિતી અનુસાર ધોળાવીરા ખાતે આવેલ જંગડિયા વાસમાં રહેનાર ફરિયાદી કરમણ કરશન કોળી તેમજ તેમનો પીતરાઈ ભાઈ મેઘા કોળી રાપર ગયેલ હતા, ત્યારે તે સ્થળેથી એક બોલેરો ગાડીમાં માલ ભરી તેઓ પરત આવી રહ્યા હતા. તે દરમીયાન રસ્તામાં દેશલપર નજીક આવતાં તેમણે પોતાનું વાહન ઊભું રાખેલ હતું. વાહન ઊભું રાખી મેઘા કોળી નામનો શખ્સ વાહન પાછળ માલ તપાસી રહ્યો હતો તે દરમીયાન પાછળથી આવતી ગાડી નંબર જી.જે. 12 ઝેડ-7825એ આ યુવાનને હડફેટમાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચવાના કારણે તેમણે સારવાર અર્થે રાપર ખાતે લઈ જવામાં આવેલ હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સર્જનાર ઈશમ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.