ભચાઉ ખાતે આવેલ લાકડિયામાં એક કંપનીમાંથી રૂા. 69,000ના સામાનની તસ્કરી થતાં ચકચાર

copy image

ભચાઉ ખાતે આવેલ લાકડિયામાં એક કંપનીમાંથી રૂા. 69,000ના સામાનની તસ્કરી થઈ હતી.   આ અંગે મળેલ માહિતી અનુસાર અહીં 35 મેગા વોલ્ટ સોલાર પ્રોજેક્ટિક ગુજરાત ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિ. નજીકથી માધવ ઇન્ફ્રરા લિ. નામની કંપનીએ જવાબદારી લીધેલ છે. આ કંપનીના પ્રાંગણમાંથી ગત તા. 23/8ના રાતના અરસામાં આ ચોરીનો બનાવ બનેલ હતો. આ બનાવ અંગે વધુ મળતી માહિતી મુજબ કંપનીની ફેન્સિંગ તોડી રૂમાલ બાંધેલ એક શખ્સ અંદર પ્રવેશ્યો હતો. અને ત્યાર બાદ તે શખ્સે 6 સ્કવેર એમ.એમ.નું 1000 મીટરનું એક બન્ડલ અને સોલાર પ્લેટ એમ કુલ્લ રૂા. 69,000ના સામાનની તસ્કરી કરી નાસી છૂટ્યો હતો. તમામ બનાવ સી.સી. ટી.વી.માં કેદ થયેલ હતો. 15 દિવસ પૂર્વે બનેલા આ બનાવ વિશે પોલીસે હાલમાં ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.