સોપારી મળવાનો સિલસિલો જારી : મુન્દ્રામાં ફરી એક વખત પ્લાસ્ટિકની આડમાં સોપારીનો જથ્થો મળી આવ્યો

orig_sopari-abnhbabnhji_1667521031

copy image

copy image

મુન્દ્રામાં સોપારી મળવાનો સિલસિલો જારી રહ્યો છે ત્યારે  કંડલા વિશેષ આર્થિક ક્ષેત્રમાં જવાના આયાતી કન્ટેનરને આજે તપાસતાં તેમાંથી જૂની મોડસ ઓપરેન્ડી મુજબ પ્લાસ્ટિકના બદલે સોપારીનો જથ્થો મળી આવ્યો હતો, જેનાં પરીણામે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. સૂત્રો દ્વારા  મળતી માહિતી અનુસાર અત્યાર સુધી એ સ્પષ્ટ થયું નથી કે કેટલા કન્ટેનર છે, પરંતુ કંડલા એસઈઝેડમાં લઈ જવા માટે યુ.એ.ઈ.થી આયાત થયેલ આ જથ્થાનું ડિકલેરેશન પ્લાસ્ટિક ગ્રેન્યુલ્સ કરાયું હતું. મુંદ્રા કસ્ટમ એસઆઈબી દ્વારા શંકાને આધારે તેને રોકી દેવામાં આવેલ હતું. રોકી દેવામાં આવેલ કન્ટેનરની તપાસ કરતાં તેમાંથી સોપારીનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર આ જૂની મોડસ ઓપરેન્ડી છે. મુન્દ્રાથી નીકળીને આ કન્ટેનરો કંડલા એસઈઝેડ પહેંચે તે માર્ગમાં જ કન્ટેનરોમાંથી સોપારી કાઢી લઈને પ્લાસ્ટિક ભરી દેવામાં આવે છે. અટકાવાયેલા કન્ટેનર બાબતે કંડલા એસઈઝેડની સંબંધિત વેરહાઉસિંગ પેઢીને લેખિતમાં નોટિસ આપવા સહિતની તપાસની કામગીરી હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.