ભુજ ખાતે આવેલ દહિંસરાની જવેલર્સ પેઢીમાં પૈસા મામલે મારામારી થતાં સામ-સામાં પક્ષે પોલીસ ફરીયાદ નોંધાઈ

ભુજ ખાતે આવેલ દહીસરામાં મધુસુદન જવેલર્સ નામની પેઢીમાં પૈસાની લેવડ દેવળ અંગે સંચાલક અને અન્ય ત્રણ શખ્સો વચ્ચે મારામારી થતાં માનકુવા પોલીસ મથકે સામસામી ચાર વિરુદ્ધ ફરિયાદ નોધાવવામાં આવેલ છે.આ અંગે મળેલ માહિતી અનુસાર મધુસુદન જવેલર્સ પેઢીના સંચાલક ફરિયાદી ભાવેશ ગોરધનભાઈ સોની દ્વારા માનકુવા પોલીસ મથકે મીત દિનેશ દરજી,સાહિલ કાસમ પઠાણ અને રહીશ મેમણ વિરુદ્ધ ફરિયાદ નોધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી પોતાની દુકાનમાં હાજર હતા, તે દરમિયાન આરોપીઓએ આવી કોલર પકડી નીચે પાડી દઈ ઢીકા પાટા વડે ઢોર માર મારી ઈજાઓ પહોચાડેલ હતી.
તેમજ સામેના પક્ષે ફરિયાદી મીત દિનેશભાઈ દરજીએ ભાવેશ ગોરધન સોની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવેલ હતી. નોંધવેલ ફરોયાદ અનુસાર આરોપીએ જુના પૈસાની લેવડ દેવળ બાબતે બોલા ચાલી કરી ભૂંડી ગાળો બોલી હથોડી જેવું હથિયાર માથાના ભાગે મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. આ બનાવ બાબતે માનકુવા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આદરી છે.