ભુજ ખાતે આવેલ ભુજિયાની તળેટીમાં કચરાના ઢગ અને લાકડાની થઈ રહી છે ચોરી : તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં
ભુજ ખાતે આવેલ ભુજીયા ડુંગરની ઉત્તર દિશા તરફ સરકારે સ્મૃતિવનનું નિર્માણ કરેલ છે. જેની મુલાકાતે દેશ અને દુનિયાના પ્રવાસીઓ આવી રહ્યા છે. સરકાર દ્વારા કરોડોના ખર્ચે સુવિધા વિકસાવવામાં આવેલ છે, પરંતુ કિલ્લાની દક્ષિણ દિશા તરફ ત્રણસો એકર જેટલા વિસ્તારનો વિકાસ અંગે તંત્ર દરકાર લેતું નથી. તે સ્થળ પર કચરાના ઢગ ખડકી દેવાયા છે, કિલ્લાની દીવાલો તેમજ પગથિયા જર્જરીત હાલતમાં છે. ગીચ ઝાડીને કાપીને લાકડા ચોરાઈ રહ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ કિલ્લાની દક્ષિણ દિશા તરફ આવેલ વિસ્તારને સ્મૃતિવન-2 તરીકે વિકસાવવાની ચર્ચા થઈ રહી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ ગતિ આવી નથી.