માંડવીમાં બંધ ઘરના તાળાં તોડી રાત વચ્ચે 1.79 લાખની તસ્કરી થતાં ચકચાર

copy image

માંડવીમાં બંધ ઘરના તાળાં તોડી કુલ કિ. 1,79,700ની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ અંગે મળતી માહિતી અનુસાર ગત રાતે ફરીયાદીનો પરિવાર રવાડીમાં ગયેલ હતો અને સવારે ઘરે પરત આવે જોતા ઘરના તાળાં તૂટેલ હાલતમાં જોવા મળ્યા હતા. વધુ તપાસતા ઘરના દરવાજાનાં તાળાં તોડી કબાટમાંથી રોકડ-દાગીના સહિત કુલ રૂા. 1,79,700ના મુદ્દામાલની તસ્કરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જે બાબતે પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ બનાવ બાબતે માંડવી પોલીસ મથકે સહજાનંદનગરમાં રહેતા યશવંતસિંહ માધવસિંહ ગોહિલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગાત રાતે રવાડીના ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઘર બંધ કરીને તેમનો પરિવાર રવાડીમાં ગયેલ હતો અને વહેલી સવારે ઘરે પરત આવીને જોતા દરવાજાનાં તાળાં તૂટેલ હાલતમાં હતા તેમજ કબાટનો લોક પણ તૂટેલ જણાયો  હતો. તસ્કરો કબાટમાંથી રોકડા રૂા.52 હજાર ઉપરાંત સોનાં-ચાંદીના દાગીના એમ કુલે રૂા. 1,79,700ના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યા હતા. પોલીસે આ બનાવ અંગે ફરીયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.