રાપર ખાતે આવેલ આડેસરમાં વાહનોની તાલપત્રી ચીરી માલની તસ્કરી કરનાર શખ્સ ઝડપાયો

copy image

copy image

 રાપર ખાતે આવેલ આડેસર પાસે ધોરીમાર્ગ  પર ચાલતા વાહનોની તાલપત્રી ચીરી માલસામાનની તસ્કરીના પ્રકરણમાં નાસતા ફરતા એક આરોપીને પોલીસે ઝડપ્યો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર રાપરના આડેસર નજીક ધોરીમાર્ગ ઉપર દોડતા વાહનોમાં ચડી તેની તાલપત્રી ચીરી તેમાંથી માલ-સામગ્રીની તસ્કરી થવાના બનાવો એક વર્ષ પૂર્વે નોંધાયા હતા. જે પૈકી ચાર નોંધાયેલા ગુનાઓમાં સાંતલપુર-પાટણનો સુભાન જુમા ભટી નામના શખ્સને સ્થાનિક પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે પકડાયેલ આરોપી વિરૂદ્ધ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.