રાપર ખાતે આવેલ ખેંગારપરના મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો
રાપર ખાતે આવેલ ખેંગારપરમાં મંદિર ચોરીનો ભેદ ઉકેલી લઇ પોલીસે બે આરોપી તેમજ બે કિશોરને ઝડપી પાડયા હતા. મળેલ માહિતી મુજબ રાપર ખાતે આવેલ ખેંગારપરમાં ગત તા. 5-9ની રાત્રિ દરમ્યાન રામાપીરનાં મંદિરની દાનપેટીમાંથી રોકડ રૂા. 30,000ની તસ્કરી થઈ હતી, જે બાબતે પૂજારી ગુલાબગિરિ ગોસ્વામી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. ચોરી કરનાર શખ્સો પૈકી ચાર શખ્સ કંથકોટ ગામ બાજુ જવાના માર્ગ ઉપર હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે આ શખ્સોને ઝડપી પાડયા હતા. તેમજ વધુ બે ઈશમોના નામ બહાર આવ્યા છે. પોલીસે પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ વધુ બે શખ્સોને ઝડપી પાડવા આગળની વધુ તપાસ આદરી છે.