બિદડામાંથી 25 હજારના દારૂ સાથે 2 શખ્સ ઝડપાયા
copy image
ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી આપવામાં આવેલ સૂચનાના આધારે ગત અડધી રાતના અરસામાં ખાનગી રહે મળેલ બાતમીના આધારે એલસીબીની ટીમે બિદડાના એક મકાનમાથી કુલ કિ. 25,200ના શરાબ સાથે બે શખ્સોને ઝડપી પડ્યા હતા. આ અંગે મળતી માહિતી મુજબ ગત કાલે રાત્રે માંડવી વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન તેમણે ખાનગી ખાનગી રાહે બાતમી મળી કે મયૂરસિંહ ઉમેદસિંહ જાડેજા તથા લાલજી જખુ સંઘારે નામના શખ્સો સાથે મળી બિદડામાં જૈન દેરાસરની નજીક આવેલ મયૂરસિંહના મકાનમાં બહારથી શરાબનો જથ્થો લાવી વેચાણ અર્થે રાખેલ છે. મળેલ બાતમીના આધારે એલસીબીએ હકીકત વાળી જગ્યાએ રેઇડ પાડી અલગ-અલગ બ્રાન્ડની શરાબની બોટલ નંગ 69 કિં.રૂા. 25,200 તથા હેરફેરમાં ઉપયોગમાં લીધેલી કાર કિં.રૂા. 5,00,000 અને બે મોબાઇલ કિં.રૂા. 35,000 એમ કુલ્લે રૂા. 5,60,200ના મુદ્દામાલ સાથે મયૂરસિંહ અને લાલજીને ઝડપી પાડ્યા હતા. આ અંગે વધુ તપાસ કરતાં આ માલ પાંચ-સાત દિવસ અગાઉ નાની ખાખરના પૃથ્વીરાજસિંહ ઉર્ફે પથિયો જાડેજા પોતાની કાર મારફત આપી ગયેલ હોવાની બાબત સામે આવેલ હતી. પોલીસે ત્રણેય શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.