હત્યાના પ્રયાસના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભચાઉ પોલીસ

hathkadi

copy image

copy image

હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને ભચાઉ પોલીસે મનફરા તેના ઘરેથી જ ઝડપી પાડ્યો છે. આ અંગે મળેલ માહિતી અનુસાર ભચાઉ પોલીસે પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ભચાઉ પોલીસ મથકે વર્ષ-2022 માં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગંભીર ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી મનસુખ ગોકળભાઇ ચાવડા નામનો શખ્સ મનફરા ખડી વિસ્તારમાં તેના ઘરે આવ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે તેના ઘરે દરોડો પાડી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ આગળની વધુ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.