વેકરિયાના રણમાં છોટા હાથી અને ટ્રેઇલર અથડાતાં સર્જાયો અકસ્માત : સદભાગ્યે કોઈ જાનહાની નહીં

accident

copy image

વેકરિયા ખાતે આવેલ  રણમાં છોટા હાથી અને ટ્રેઇલર અથડાતાં અકસ્માત સર્જાયો હતો, સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી. આ અંગે મળેલ માહિતી અનુસાર બન્ની-ડુમાડોના 50 વર્ષિય બશીર ફઝલ શેખ નામનો શખ્સ છોટા હાથી લઇને ભુજથી ઘરે જઈ રહ્યો હતો તે દરમીયાન લોરિયા નજીક વેકરિયાના રણમાં સામેથી આવતા ટ્રેઇલરના ચાલકે અકસ્માત સર્જતા ઇજાઓ પહોંચતા સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.