દિન દયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા ગાંધીધામમાં ડી.પી.એની જમીન પરનું દબાણ દુર કરવામાં આવ્યું
ગાંધીધામમાં જમીન પર દબાણ કરવાની પેરવી કરાતી હોવાની જાણ થતા દિન દયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. આ મામલે મળતી માહિતી અનુસાર ગાંધીધામમાં સથવારા કોલોની સામે જી.આઈ.ડી.સી વિસ્તારમાં દિન દયાલ પોર્ટ ઓથોરીટીની જમીન ઉપર ફેન્સીંગ બાંધીને દબાણ કરવાની પેરવી કરાતી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પોર્ટના સુરક્ષા કર્મીઓને જાણ થતાં પોર્ટ પ્રશાસન દ્વારા સવારના અરસામાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી શાખાના મનોજ ગોહીલની દેખરેખ અંતર્ગત કરવામાં આવેલ હતી. આ દબાણ અંગે પ્રશાસન સમક્ષ રજુઆત કરવામાં આવી હોવાનું યુથ કોંગ્રેસના પુર્વ પ્રમુખ કાસમ ત્રાયા દ્વારા જાણવા મળ્યું હતું. આ બાબતે વધુ મળતી માહિતી અનુસાર પોર્ટ પ્રશાસન દ્વારા પોલીસ વડાને પણ જાણ કરવામાં આવેલ હતી.