લખપત ખાતે આવેલ સુભાષપરથી પાન્ધ્રો જતા માર્ગે સીમાડામાં આગ ભભૂકી ઉઠી

લખપત ખાતે આવેલ સુભાષપરથી પાન્ધ્રો તરફ જતા રસ્તા પર સીમાડામાં અકસ્માતે આગનો બનાવ બન્યો હતો. જેના પરીણામે મોટા પ્રમાણમાં ઘાસનો જથ્થો સળગી ઉઠ્યો હતો. આગના બનાવ અંગે સોનલ નગરના હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ ખુમાન સિંહને જાણ થતા તેઓએ તુરંત જ નજીકમાં આવેલ પાન્ધ્રો વીજ થર્મલ પાવર પ્રોજેક્ટમાં ફાયર વિભાગને જાણ કરેલ હતી. ફાયર વિભાગને જાણ થતાં આગ બુજાવવા માટે ટીમ દોડી આવી અને કામગીરી કરાઈ હતી.