મુંદ્રાની વાડીમાથી 2.63 લાખના મુદ્દામાલ સાથે સાત ખેલીઓ ઝડપાયા

copy image

મુંદ્રા ખાતે આવેલ હરિનગર પાછળ આવેલ  વાડીમાથી મહિલા સહિત સાત જુગારીને રોકડા રૂા. 47,010 સહિત રૂા. 2,63,010ના મુદ્દામાલ સહિત મુંદ્રા પોલીસે ઝડપી પાડ્યા હતા. આ અંગે મળેલ માહિતી અનુસાર મુંદ્રા પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મુંદ્રા ખાતે આવેલ હરિનગર પાછળ રાયશી મહેશ્વરીના કબ્જાની વાડીમાં બહારથી ખેલીઓ બોલાવી તીનપત્તીનો જુગાર રમાઈ રહ્યો છે. મળેલ બાતમીના આધારે ગત રાત્રે મુંદરા પોલીસે હકીકત વળી જગ્યાએ દરોડો પાડી વાડીના મકાનમાં જુગાર રમતા એક મહિલા સહિત સાત જુગારપ્રેમીઓને રોકડા રૂા. 47,010, એક ઓટો રિક્ષા કિં. રૂા. 1,00,000, ચાર મોબાઇલ ફોન કિં. રૂા. 1,00,000 એમ કુલે રૂા. 2,63,010ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.