ભગવાન શ્રી કૃષ્ણ નું પ્રાગટય જન્માષ્ઠમી દિવસે થયા બાદ બાલ ગોપાલ ના નામ સંસ્કરણ ની રસમ ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજવામાં આવી

ભુજ તા. ૧૩: હિન્દુ શાસ્ત્રો નામસંસ્કરણ છઠ્ઠી નો ખુબ જ મહિમા છે… એ નામ ભગવાન નું પાળવાનું હોય કે પછી મનુષ્ય નું , નામ પાળવાની રસમ ફઈ ( બાપુજી ના બહેન ) જ પાડે.. એટલા માટે કહેવાણું કે, ” ફઈ એ પાડ્યું….. નામ…
ભગવાન શ્રી કૃષ્ણ નું પ્રાગટય જન્માષ્ઠમી દિવસે થયા બાદ બાલ ગોપાલ ના નામ સંસ્કરણ ની રસમ ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજવામાં આવેલ, સવાર થી લોકો નો જમાવડો જોવા મળ્યો સવારે 10.15ના શુભ મહુર્તે ભગવાન ના નામ સંસ્કરણ ની વિધિ બાઈયુ ના મંદિર ના મહંત શામબાઈ ફઈ એ વિધિ વિધાન સાથે ભગવાન શ્રી કૃષ્ણ ના ફઈ તરીકે ઉપસ્થિત રહી શ્રી કૃષ્ણ નામ પાડ્યું હતું. અને ભગવાન શ્રી કૃષ્ણ ની આરતી કરી હતી,
આ છઠ્ઠી ના પ્રસંગે પૂજ્ય મહંત સાં.યો. શામબાઈ ફઈ, સાથે અન્ય સાંખ્યયોગી બાઈઓ અને બહોળી સંખ્યા માં સત્સંગી હરીભક્તોએ શ્રી કૃષ્ણ ના નામ સંસ્કરણ કાર્યક્ર્મ માં ઉપસ્થિત રહ્યા હતા, આ દરમિયાન પ્રસાદ સ્વરૂપે કૂલર ના લાડું ની પ્રસાદી લોકો ને અર્પણ કરવામાં આવેલ.