મેઘપર કુંભારડીમાં 30 વર્ષીય યુવાને ગળે ફાસો ખાઈ મોતને ભેટો કર્યો

suisaid

copy image

મેઘપર કુંભારડીમાં 30 વર્ષીય કેતન નરેશ રાઠોડ નામના શખ્સે ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર મેઘપર કુંભારડી ખાતે આવેલ  ભકિતનગર વિસ્તારમાં રહેનાર કેતન રાઠોડ નામનો યુવક સવારના અરસામાં પોતાના ઘરે હતો તે દરમ્યાન તેણે કોઈ અગમ્ય કારણોસર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ જીવનના અંતિમ શ્વાશ લીધા હતા. આ શખ્સે ક્યા કારણોસર આવું પગલું ભર્યું હશે તે અંગેની આગળની વધુ તપાસ પોલીસે આદરી છે.