સામખિયાળીમાં એક રાત દરમીયાન 4 જગ્યાએથી તસ્કરી થતાં ચકચાર : ગામમાં પેટ્રોલીંગ વધારવા લોક માંગ ઉઠી

copy image

સામખિયાળી ખાતે આવેલ  શાંતિનગર પ્રજાપતિ સમાજવાડી વિસ્તાર સહીત એક રાત દરમીયાન 4 જગ્યાએ ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર સામખીયાળીના  રાઉમા જમાલભાઈ મામદભાઈના બંધ ઘરમાંથી રૂપિયા 60 હજાર રોકડા અને એક પ્રજાપતિના ઘરમાંથી રૂ.60 હજારની કિંમતના દાગીના અને રૂ.20 હજાર રોકડા, પ્રજાપતિ સમાજવાડી નજીકથી અવાડાની પાણીની મોટર તેમજ અન્ય એક ઘરમાંથી તસ્કરી થઈ હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ ચકચારી બનાવ બાદ સામખિયાળી ગામમાં પટ્રોલિંગ વધારવામાં આવે તેમજ ચોરી થઇ તે વિસ્તારમાં હોમગાર્ડ જવાનો તૈનાત કરાય એવી લોક માંગ ઉઠી છે.