અંજાર ખાતે આવેલ વરસામેડીની સોસાયટીમાં ચોરી કરવાના આશયથી આવેલ શખ્સ ઝડપાયો

hathkadi

copy image

copy image

  અંજાર ખાતે આવેલ વરસામેડીની બાગેશ્રીનગર-1માં એક ઘરમાં ચોરી કરવાના આશાથી  ઘૂસેલા અગાઉના ચોકીદારને ઝડપી પોલીસના હવાલે કરાયો હતો. આ અંગે મળેલ માહિતી અનુસાર વરસામેડીની બાગેશ્રીનગર-1 સોસાયટીનાં મકાન નંબર 132-બીમાં રહેનાર સ્વપ્નદેવ લક્ષ્મીનારાયણદેવ દ્વારા આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ  હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 12/9ના રાતના અરસામાં પોતાના ઘરે આવ્યા બાદ ફરિયાદી સૂઇ ગયા હતા. બાદમાં મોડી રાત્રે તેઓ ઉઠ્યા હતા તે દરમીયાન તેમના ઘરમાં અવાજ થતાં તે દોડીને બહાર તરફ આવ્યા હતા અને લાઇટ ચાલુ કરી તપાસ કરતાં સોસાયટીમાં અગાઉ ચોકીદાર તરીકે કામ કરનાર રમજાન અનવર કાતિયાર નામનો શખ્સ તેમના ઘરમાં હતો. આ શખ્સના હાથમાં ફરિયાદીનો મોબાઇલ જોવા મળતા ફરિયાદીએ રાડારાડ કરતાં આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. ત્યાર બાદ લોકોએ આ શખ્સને ઝડપી પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.