કલ્યાણપુર ખાતે આવેલ પટેલકાની 29 વર્ષીય પરીણીતાને દહેજની માંગણી કરી મારી નાખવાની ધમકી આપતા સાસરિયાઓ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

FIR-2

કલ્યાણપુર ખાતે આવેલ પટેલકા ગામમાં રહેતી 29 વર્ષની પરણિત જશુબેન દવુભાઈ ચાવડાના લગ્ન જીવન દરમિયાન કલ્યાણપુર ખાતે આવેલ નંદાણા ગામે રહેતા તેણીના પતિ અને તેના પરીવાર દ્વારા અવાર-નવાર નાની વાતમાં મેણાટોણા કરી, અપશબ્દો બોલી તેમજ પરણિતાને તેણીના સાસુ દ્વારા “તું તો ભૂખડ છો. તું કાંઈ જ દહેજ લાવી નથી”- તેમ કહી દહેજની માંગણી કરી અને માવતરે જતી રહેવાનું કહી દેવામાં આવ્યું હતું. ઉપરાંત  માવતરેથી પરત આવશે તો તેને મારી નાખવાની ધમકી આપવામાં આવેલ હતી જે અંગે કલ્યાણપુર પોલીસ મથકે ફરિયાદ નોધાઈ છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.