ટ્રાન્સપોર્ટમાં આવેલા પાર્સલમાંથી 14 હજારનો શરાબના જથ્થા સાથે 3 શખ્સ ઝડપાયા

hathkadi

copy image

copy image

ગાંધીધામમાં  ટ્રાન્સપોર્ટ મારફતે આવેલ રૂા. 14,250ના શરાબના જથ્થા સાથે ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ અંગે મળેલ માહિતી અનુસાર ગાંધીધામ ખાતે આવેલ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલ કચ્છ હાઇ-વે ટ્રાન્સપોર્ટમાં ભચાઉના સાવન ભરત જોશીએ મુંબઇથી દારૂ મંગાવી અને તેના માણસો આ ટ્રાન્સપોર્ટમાં પાર્સલ લેવા આવવાના હોવાની પૂર્વ બાતમી પોલીસને મળેલ હતી. તે દરમીયાન પોલીસની એક ટીમ કચ્છ હાઇ-વે ટ્રાન્સપોર્ટના એક ગેટ નજીક વોચ ગોઠવી હતી. ત્યારે એક બોલેરો ગાડી નંબર જી.જે. 06 એ.એક્સ. 0480વાળી આવતાં અને તેના ચાલકે ટ્રાન્સપોર્ટમાંથી બોક્સ ઉપાડી પોતાના ગાડીમાં નાખતાં પોલીસે આ શખ્સને ઝડપ્યો હતો. બોક્સમાં દારૂ હોવાની તેમજ બીજા ગેટ પાસે ઊભેલા બે શખ્સએ દારૂ લઇ આવવા જણાવેલ  હોવાની બાબત સામે આવતા પોલીસે બીજા ગેટે કારમાં બેઠેલા બે ઈશમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે બોક્સમાંથી કુલ 30 બોટલ કિંમત રૂા. 14,250નો શરાબ કબ્જે કરી આ ત્રણેય શખ્સની  ધરપકડ કરી હતી તેમજ દારૂ મંગાવનાર ભચાઉના સાવન જોશીને પકડી પાડવા આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી હતી.