કોટકનગરમાં મકાનના ખુલ્લા આંગણામાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડતી માધાપર પોલીસ

copy image

માધાપરમાં આવેલ કોટકનગરમાં મકાનના ખુલ્લા આંગણામાં જુગાર રમતા ચાર શખ્સોને કુલ કિ. 13,600ના મુદ્દામાલ સાથે માધાપર પોલીસે ઝડપી પડયા હતા. આ અંગે મળેલ માહિતી અનુસાર માધાપર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનાગી રહે બાતમી મળેલ હતી કે, માધાપરમાં આવેલ કોટકનગરમાં મકાનના ખુલ્લા આંગણામાં જુગાર રમાઈ રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કોટકનગરમાં મકાનના ખુલ્લા આંગણામાં જુગાર રમતા ચાર શખ્સોને રોકડ રૂપિયા 13,600ના મુદ્દામાલ સાથે ઝડપયા હતા. પોલીસે પકડાયેલ શખ્સો વિરુદ્ધ જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.