ગળપાદર જેલમાં હત્યાના ગુનામાં સજા ભોગવતા કેદીનું હાર્ટ એટેકથી મોત
copy image

ગળપાદર ખાતે આવેલ જેલમાં હત્યાના ગુનામાં બંધ કેદીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું. આ અંગે મળેલ માહિતી અનુસાર ગળપાદર જેલમાં સજા કાપી રહ્યા 58 વર્ષીય લક્ષ્મણ બીજલ કોલી નામના શખ્સને ગભરામણ થયા બાદ તબિયત ખરાબ થતાં સારવાર અર્થે રામબાગ હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા જ્યાં સારવાર દરમિયાન હ્રદયરોગનો હુમલો થતાં તેનું મોત નિપજ્યું હતું. આ કેદી એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યાના ગુનામાં જેલમાં સજા કાપી રહ્યો હતો.