અંજાર ખાતે આવેલ વરસામેડીની સીમમાં ચોરી કરવાના ઇરાદે ઘૂસેલ શખ્સો પૈકી એક ઝડપાયો બે ફરાર
copy image

અંજાર ખાતે આવેલ વરસામેડીની સીમમાંથી પોલીસે ચોરી કરવાના ઇરાદે આવેલ ઈશમો પૈકી એક શખ્સને ઝડપી પાડ્યો હતો, તેમજ વધુ બે શખ્સો પોલીસની પકડમાથી નાસી છૂટ્યા હતા. આ અંગે મળેલ માહિતી અનુસાર અંજાર ખાતે આવેલ વરસામેડીના સીમ વિસ્તારમાં આવેલ શાંતિધામમાં અમુક શખ્સો ચોરીના આશયથી ઘૂસ્યા હોવાની પૂર્વ બાતમીના આધારે તે સ્થળે આવી પહોંચેલી પોલીસને જોઇ તસ્કરોએ ભાગવાના પ્રયાસ કર્યા હતા પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો હતો તેમજ 17 કિલોમીટર સુધી પીછો કરવા છતાં પણ પલ્સર પર સવાર બે શખ્સ નાસી છૂટ્યા હતા. પોલીસે પકડાયેલ ઈશમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.