અંજાર ખાતે આવેલ મેઘપરમાં 30 વર્ષીય યુવાને ગળે ફાસો ખાઈ મોતને ભેટો કર્યો
અંજાર ખાતે આવેલ મેઘપર કુંભારડીમાં રહેતા 30 વર્ષીય યુવાને ગળે ફાસો ખાઈ મોતને ભેટો કર્યો હતો. આ અંગે મળેલ માહિતી અનુસાર અંજાર ખાતે આવેલ મેઘપર કુંભારડીમાં સીમ વિસ્તારમાં આવેલ ભક્તિનગરમાં રહેતા 30 વર્ષીય કેતન નરેશભાઇ રાઠોડ નામના શખ્સે ગત ગુરૂવારે 7 વાગ્યાના અરસામાં પોતાના ઘરે કોઈ અગમ્ય કારસોસર ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી આદરી છે.