અંજાર ખાતે આવેલ મીંદિયાળામાં 2.20 લાખના મુદ્દામાલ સાથે છ જુગારપ્રેમીઓ ઝડપાયા : બે ફરાર

copy image

અંજાર ખાતે આવેલ મીંદિયાળામાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને 2,20,700ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપયા હતા જ્યારે બે શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ અંગે મળેલ માહિતી અનુસાર અંજારના મીંદિયાળા ગામથી નવા તળાવ તરફ જતા માર્ગ નજીક જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા છ ખેલીઓને પોલીસે ઝડપી પાડયા હતા. જ્યારે બે શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી રોકડ રૂા. 19,200 સહિત રૂા. 2,20,700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પકડાયેલ ઈશમો વિરુદ્ધ જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.