ભુજ તાલુકાનાં ગામમાં યુવતીની છેડતી કરનાર શખ્સ વિરુદ્ધ પદ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ભુજના એક ગામની યુવતીની છેડતી કરનાર શખ્સ વિરુદ્ધ પદ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ બાબતે મળેલ માહિતી અનુસાર આરોપીએ યુવતીની છેડતી કરી બસ સ્ટેન્ડમાં તેના ફોટા ચોંટાડી ખરાબ લખાણ લખી બદનામ કરવાની કોશિશ કરેલ હતી, જે મામલે ફરિયાદ નોંધાઇ છે. નોંધાવેલ ફરીયાદ અનુસાર આરોપી છેલ્લા ચારેક વર્ષથી બદઇરાદાથી ફરિયાદીનો પીછો કરી રહ્યો હતો અને ગત તા 17મીના સાંજના અરસામાં  શેરીમાં એકાંતનો લાભ લઇ ખરાબ ઇશારા કરી ફરિયાદીનો હાથ પકડી છેડતી કરી હતી તેમજ ફરિયાદીને બદનામ કરવા બસ સ્ટેન્ડ ઉપર ફરિયાદીના ફોટા ચોંટાડી ખરાબ લખાણ લખ્યું હોવાની નોંધ કરાવાઈ છે. આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.