ભુજ તાલુકાનાં ઢોરી ગામમાં 44 વર્ષીય શખ્સે ગળેફાંસો ખાઇ મોતને ભેટો કર્યો

suisaid

copy image

  ભુજ ખાતે આવેલ ઢોરી ગામે 44 વર્ષીય શખ્સે ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે મળેલ માહિતી અનુસાર ભુજ તાલુકાના ઢોરી ગામે 44 વર્ષીય હરિભાઇ રાધાભાઇ મેરિયાએ કોઇ અગમ્ય કારણોસર બપોરના અરસામાં પોતાના ઘરે પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ મોતને ભેટો કર્યો હતો. બનાવની જાણ થતાં જ હરિભાઇને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાવામાં આવેલ હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે.