માંડવી તાલુકામાં આવેલ નાના લાયજાની ખોરોડ નદીમાંથી ખનિજ ચોરી થતી હોવાની ફરિયાદ સામે આવી
copy image

માંડવી તાલુકાના નાના લાયજાની ખારોડ નદીમાંથી આડેધડ રેતી ઉપાડીને ખનિજ ચોરી થતી હોવાની ફરિયાદ સામે આવી છે. આ બાબતે મળેલ માહિતી અનુસાર ખાણ ખનિજ તથા પોલીસ તંત્રના નાક નીચે ખુલ્લે આમ લોડર મશિનો લગાડીને રેતી ચોરાઈ રહી છે. આડેધડ થતી આ પ્રવૃતિને કારણે નદી ઉપરનો કોઝવે તૂટી પડયો છે. દરિયા કિનારા પાસે થતું ખોદકામ દરિયાઈ જીવ સૃષ્ટિને નુકસાન પહોંચાડી શકે તેવો ડર છે. જેથી આ બાબતે તુરંત કોઈ કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.