ભુજ શહેરમાં વીજ થાંભલા સાથે ક્રેન અથડાતાં નુકસાની થવાથી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ભુજમાં અડધી રાતે તોતિંગ ક્રેન વીજ થાંભલા સાથે અથડાતાં નુકસાની થઈ હતી જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પીજીવીસીએલના આસિસ્ટન્ટ લાઇનમેન ગુણવંતભાઇ જેઠી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલી ફરિયાદ અનુસાર રવિવારની અડધી રાતના અરસામાં હોટેલ નૂરાની મહેલ નજીક આવેલા પેટ્રોલપંપ પાસે ક્રેન નં. ડી.ડી.-01-પી.-9362ના ચાલકે બેદરકારીથી ક્રેન ચલાવી જીઇબીના થાંભલા સાથે અથડાવી વાયરો તોડી નાખ્યા હતા. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.