તા. 20.09.2023, બુધવાર ના ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા બ્લડ બેન્ક નું શુભારંભ કરવામાં આવ્યું, જેમાં પ્રથમ બ્લડ ડોનેશન કેમ્પ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પ્રમુખ અને કલેકટર માનનીય શ્રી અમિતભાઈ અરોરા(IAS) ના શુભ હસ્તે કરવામાં આવ્યું

તા. 20.09.2023, બુધવાર ના ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા બ્લડ બેન્ક નું શુભારંભ કરવામાં આવ્યું, અને પ્રથમ બ્લડ ડોનેશન કેમ્પ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પ્રમુખ અને કલેકટર માનનીય શ્રી અમિતભાઈ અરોરા(IAS) ના શુભ હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે ગુજરાત રેડક્રોસ માજી ચેરમેન ડો.ભાવેશ આચાર્ય, જિલ્લા રેડક્રોસ ઉપપ્રમુખ શ્રી ધવલ આચાર્ય, જિલ્લા રેડક્રોસ ચેરમેન શ્રી અરુણભાઈ જૈન, વાઇસ ચેરમેન શ્રી વિમલ મહેતા, સેક્રેટરી શ્રીમતી મીરાબેન સાવલિયા, આસી. કમિશનર ફૂડ એંડ ડ્રગ્સ શ્રી નૈમુદ્દીન સૈયદ, ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સતીશ ભૂવા, પેટ્રોન મેમ્બર સુરેશભાઇ છાંગા, માંડવી તાલુકા બ્રાંચ ચેરમેન શ્રી હરીશ ગણાત્રા, ભુજ તાલુકા બ્રાંચ ટ્રેજરર શ્રી પરાગ લિયા, એકસિક્યુટિવ મેમ્બર શ્રી દક્ષેશ ત્રિપાઠી, દાતા પરિવારના સભ્ય શ્રી શૈલેશ માણેક ઉપસ્થિત રહ્યા હતા.પ્રથમ ડોનર તરીકે સેક્રેટરી મીરાબેન સાવલિયા એ બ્લડ ડોનેટ કર્યું હતું. આ પ્રસંગ ને સફળ બનાવવા માટે રેડક્રોસ વોલંટિયર અને સ્ટાફ એ જહેમત ઉઠાવી હતી.

ભુજ વિસ્તારના દરેક વ્યક્તિને રેડક્રોસ બ્રાંચ તરફથી વિનંતી કરવામાં આવેછે કે માનવ સેવાના ઉત્તમ કાર્ય બ્લડડોનેશન માં ભાગ લઈ સંસ્થાને મદદ કરશો. માનવતાના આ શુભ કાર્યમાં આર્થિક મદદ કરવા પણ દરેક નાગરિક ને વિનંતી છે.