બળદીયામાથી છ જુગારપ્રેમીઓને ઝડપી પાડતી માનકુવા પોલીસ
copy image

બળદીયા ગામમાથી છ જુગારપ્રેમીઓને પોલીસે 11040ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ અંગે મળેલ માહિતી અનુસાર માનકુવા પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, બળદિયા ગામમાં આવેલ ઝુમખા રોડ પર મહેશ્વરી વાસમાં રૂપિયાની હાર જીતનો જુગાર રમાઈ રહ્યો છે. મળેલ બાતમીના આધારે માનકુવા પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી રોકડા રૂ. 11040 સાથે છ જુગારપ્રેમીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.