આડેસરમાથી  3 જુગારપ્રેમીઓને પોલીસે  ઝડપ્યા  : પાંચ ફરાર

આડેસરમાથી પોલીસે 3 જુગારપ્રેમીઓને ઝડપી પાડ્યા હતા તેમજ 5 નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ અંગે મળેલ માહિતી અનુસાર  આડેસર પોલીસ મથકની ટીમ  પેટ્રોલિંગમાં હતી તે  દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, આડેસર ખાતે આવેલ પખાલા વાસમાં અમુક ઈશમો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલી બાતમીના આધારે હકીકત વાળી જગાએ દરોડો પાડી ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે વધુ પાંચ ખેલીઓ નાસે છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડા 3000 જપ્ત કર્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.