ભચાઉ નજીક ટ્રેઇલર ચાલકે અડફેટે લેતા 65 વર્ષીય વૃદ્ધનું મોત
ભચાઉ નજીક વૃધ્ધને ટ્રેઇલરે અડફેટે લેતા તેમનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર આ બનાવ અંગે લુણવાના કોલીવાસમાં રહેતા ખેતગર ગોવિંદગર ગુંસાઇ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીના 65 વર્ષીય કાકા શંકરગર ભુરાગર ગુંસાઇ ગત તા.20/9 ના ભચાઉથી સામખિયાળી તરફ જતા માર્ગ પર જઈ રહ્યા હતા. તે દરમીયાન ટ્રેઇલર ચાલકે તેમને અડફેટે લેતાં માથામાં અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચવાના કારણે તેમનું મોત નિપજ્યું હતું. પોલીસે ટ્રેઇલર મુકીને નાસી ગયેલા ચાલક સામે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.