અંજારમાં મોબાઇલ ઝૂંટવી ચીલ ઝડપ કરનાર 3 કિશોરને પોલીસે ઝડપી પાડ્યા

hathkadi

copy image

અંજાર શહેરમાં આવેલ શાક માર્કેટ નજીક તેમજ દેવળિયા પાર્કમાં જતા યુવાનના હાથમાંથી મોબાઇલની ચીલઝડપ કરનાર ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ અંગે મળેલ માહિતી અનુસાર અંજાર ખાતે આવેલ સવાસર નાકા નજીક શાક માર્કેટમાં એક યુવાન તેના કાકાઇ ભાઇ સાથે શાકભાજી ખરીદવા જતા તેમજ જમીને દેવળિયા નાકે આવેલા પાર્કમાં વોકિંગ માટે જતા શિક્ષકના હાથમાંથી ત્રીપલ સવારીમાં જતા એક્ટિવા સવાર ઇસમોએ મોબાઇલ ઝૂંટવી ચીલ ઝડપને અંજામ આપ્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી કરી ચીલ ઝડપમાં ઉપયોગમાં લીધેલી એક્ટિવા અને છ મોબાઇલ સહિત રૂ.97,000ના મુદ્દામાલ સાથે ત્રણ કિશોરને ઝડપી પાડ્યા છે. પોલીસે પકડાયેલ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.