વરસાણા ગામના એક રહેણાંક મકાનમાથી 36 હજારનો દારૂ ઝડપાયો

copy image

વરસાણા ગામમાથી એક રહેણાંક મકનમાથી પોલીસે કુલ કિ. 36,840નો દારૂ ઝડપી પાડ્યો હતો. આ અંગે મળેલ માહિતી અનુસાર મૂળ સુરેન્દ્રનગરના અને વરસાણા ગામમાં રહેતા હનુભા જગતસિંહ રાઠોડના કબ્જાના મકાનમા દરોડો પાડી પોલીસે કુલ કિ. 36,840નો શરાબનો જથ્થો કબ્જે કર્યો હતો. આ મામલે વધુ તપાસ કરતાં આ શરાબ ગામના પ્રદીપસિંહ હેતુભા જાડેજા પાસેથી લીધો હોવાનું સામે આવેલ છે. પોલીસે તમામ શરાબનો જથ્થો જપ્ત કરી આરોપીને ઝડપી પાડવા આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.