પધ્ધર પોલીસે ઉખડમોરામાથી થયેલ મોબાઇલ ટાવરમાંથી બેટરી ચોરીનો ભેદ ઉકેલી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા

hathkadi

copy image

copy image

 ઊખડમોરાના સીમવિસ્તારમાં આવેલ મોબાઇલ ટાવરમાથી થયેલ બેટરીની ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે.  આ અંગે મળેલ માહિતી અનુસાર  થોડા દિવસો અગાઉ ભુજ ખાતે આવેલ ઉખડમોરાની સીમના મોબાઇલ ટાવરમાંથી બેટરીની તસ્કરીની ફરિયાદ પધ્ધર પોલીસ મથકે નોંધાવવામાં આવેલ  હતી. ફરિયાદ ના આધારે પધ્ધર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી અને આ ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. મળેલ માહિતી મુજબ, પધ્ધર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, કનૈયાબેનાં ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે કનૈયાબેનાં ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેથી આ ગુનાના આરોપી અલ્તાફશા શહેનશા અમીલશા તાજવાણી, સદામ કરીમશા સાહેબશા પઠાઇ   અને કાસમશા જલાલશા મિશરીશા બાનાણીને ઝડપી પૂછતાછ કરતાં આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી, પોલીસે ચોરાઉ બેટરી આરોપીઓ પાસેથી જપ્ત કરી આરોપીઓની અટક કરી હતી.