વરસામેડી ખાતે આવેલ ભોલેનાથ નગરમાં એક મકાનમાથી 26 હજારનો દારૂ ઝડપાયો : આરોપી ફરાર

daru2

copy image

વરસામેડી ખાતે આવેલ ભોલેનાથ નગર પ્લોટ નંબર 188માં આવેલ એક મકાનમાથી 26,450નો શરાબ જપ્ત કારવામાં આવેલ હતો. આ અંગે મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, વરસામેડી ખાતે આવેલ ભોલેનાથ નગર પ્લોટ નંબર 188માં મકાનનો કબજો ધરાવનાર મૂળ રાજસ્થાનનો ચુતરારામ હેમારામ નામના શખ્સે પોતાના કબ્જાના મકાનમાં વેચાણ અર્થે દારૂ રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી 26,450નો શરાબ જપ્ત કરેલ હતો. પરંતુ આરોપી પોલીસની પકડમાં આવેલ ન હતો. પોલસે તમામ મુદ્દામાલ જપ્ત કરી નાસી છૂટેલ આરોપીને ઝડપી પાડવા આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.