બન્ની વિસ્તારમાં આવેલ હોડકો ગામે નિ:શુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં 400થી વધુ લોકોએ લાભ મેળવ્યો
બન્ની વિસ્તારમાં આવેલ હોડકો ગામમાં નિ:શુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ અંગે મળેલ માહિતી અનુસાર એગ્રોસેલ ઇન્ડસ્ટ્રિઝ પ્રા. લિ. અને શ્રોફસ ફાઉન્ડેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે બન્ની વિસ્તારના હોડકો ગામે નિ:શુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. યોજાયેલ મેગા મેડિકલ કેમ્પમાં અલગ અલગ પ્રકારના કુલ 11 તબીબ દ્વારા દર્દીઓના તપાસ અને નિદાન કરવામાં આવેલ હતા. બન્ની વિસ્તારના વિવિધ ગામોમાંથી 400થી પણ વધુ દર્દીઓએ આ કેમ્પો લાભ મેળવ્યો હતો.