ભચાઉ ખાતે આવેલ લાકડિયામાં ગંદકી અને દારૂના દૂષણને દૂર કરવા અંગે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ

  ભચાઉ ખાતે આવેલ લાકડિયા ગામમાં કચરાના ખડકાતા ગંજ, ઊભરાતી ગટરો તેમજ દારૂના દૂષણને લઇને લોકો ત્રસ્ત બની ચૂક્યા છે. આ દૂષણો ટૂંક સ્મયમાં દૂર કરવાની ગામની લોકતંત્ર હિતરક્ષક સમિતિ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ માંગ કરવામાં આવી છે. આ મામલે જિલ્લા વિકાસ અધિકારીને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે. કરવામાં આવેલ લેખિત રજૂઆત મુજાબ ગામના વોર્ડ-3માં નદી તરફના વિસ્તારમાં આવેલી આંગણવાડીની બાજુમાં ઉકરડા વધી રહ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા તેનો કોઇ ઉકેલ લાવવામાં આવતો નથી. આ સમસ્યાઓનો ટૂંક સમયમાં ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.