અંજાર ખાતે આવેલ શાંતિધામ વિસ્તારમાંથી 26 હજારના વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

copy image

copy image

અંજાર ખાતે આવેલ શાંતિધામ વિસ્તારમાંથી 26,450ના દારૂ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ અંગે મળેલ માહિતી અનુસાર ખાનગી રાહે મળેલ બાતમીના આધારે અંજાર પોલીસે અંજાર ખાતે આવેલ  શાંતિધામ વિસ્તારમાં દરોડો પાડી ચુતરા હેમા રામ નામના શખ્સને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 26,450ની 54 બોટલો સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પકડાયેલ ઈશમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.